भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"રાનમાં / મણિલાલ ભગવાનજી દેસાઈ" के अवतरणों में अंतर
Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
14:54, 31 जनवरी 2015 के समय का अवतरण
પવન પેઠો રાનમાં તો યે
ઝાડવાં કેવાં થિર બેઠેલાં !
પાતરાં બેઠાં આંખ મીંચીને,
ફૂલ બેઠાં છે ફેરવી ડાચું.
મનમાં હાનું ભૂત ભરાયું ?
કયે ઠેકાણે પઈડું વાંકું ?
આજ તો જાણે મરવા બેઠાં
કાલ તો હૂતાં ખૂબ ચગેલાં !
મોઈ પડેલી આમલી પેલી
બાવરિયામાં કેમ રે આજ ?
ભોગ ભરાયા રાનના હાને
ઝાડવું ઝાડવું મનમાં હીજે?
આજ હપરવે દા’ડે ઝાડવે
ઝાંખરે ભવાં કેમ ખેંચેલાં?
પવન પેઠો રાનમાં તો યે
ઝાડવાં કેવાં થિર બેઠેલાં ?