भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"બંદો અને રાણી / બાલમુકુન્દ મણિશંકર દવે" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= બાલમુકુન્દ મણિશંકર દવે |अनुवादक=...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

21:25, 29 जनवरी 2015 के समय का अवतरण

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી.

એકલ બપોરે તને જોઈ મારી રાણી !
અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈજી રોઈજી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈજી દાઈજી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈજી જોઈજી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈજી સોઈજી.
...સોઈજી સોઈજી.