"શેષકથા / હરિશ્ચંદ્ર ભટ્ટ" के अवतरणों में अंतर
आशिष पुरोहित (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
13:14, 31 जनवरी 2015 के समय का अवतरण
ગ્રીષ્મની રજા મહીં, હિમાદ્રિના પ્રવાસમાં
વિચાર એક આવતો.
ઊંચે ઊંચે ઊંચે જતા, ઊભેલ દેવદારુમાં
વસંતપૂર્ણિમા સમે,
કદી અમાસ રાત્રિએ,
દુઃખ, શોક, આર્તિમાં ડૂબેલ માનવી સમો
વને વને ભમે અને
સમીર મંદ શેં રુએ?
વૃંદગાન પક્ષીનાં, નિનાદ કોકિલાતણા,
મયૂર મત્ત નૃત્યમાં, રમે કૂજે કબૂતરાં,
તહીં ઊંચે ઊંચે જતા, ઊભેલ દેવદારુમાં
હિમાનીને ભરે છ સાન્ધ્યરશ્મિ રંગરેલતા.
માનસેથી ઊડતા મને મળેલ હંસલા,
કહે જતાં જતાં જરા :
સમીર મંદ દેવદારુ વૃક્ષમાં રુએ અને
પાંદડે ઠરેલ ઓસ-અશ્રુબિંદુઓ પડે,
કહે બધે ઉરોવ્યથા
સ્વદેશની જ એ કથા.
'વૃથા યુગાન્તરની વાત, શેં કરું ?
નહીં કરું ?'
યુગાન્તરોની એ કથા
ભુલાય ના
ભુલાય ના
પરંતુ કાલઅબ્ધિમાલના દિગન્તરાલમાં
વિસ્તરેલ માતૃભોમની યશસ્વી કીર્તિનું
પ્રતીક શોધતો ફરું.
ન વિસ્મરું.
ન વિસ્મરું
હંસ જાય દૂર દૂર, ને શમે વિરાટપૂર.
કાલની અસીમ ને અનંત ભોમમાં વહ્યા
અનેક સ્રોત સંસ્કૃતિ તણા, અને સરસ્વતી
ડૂબી, અને રહી છ માત્ર
અશ્રુશેષ એ કથા;
ગ્રીષ્મ ગૈ, રહી છ માત્ર
શબ્દશેષ એ કથા.