भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"શબ્દ હે ! / પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર |अनु...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

15:13, 31 जनवरी 2015 के समय का अवतरण

(૬) શબ્દ હે !
શબ્દ હે ! વિલુપ્ત મૌની તું શેષ ધૂળ,
રે રહસ્યનું ખીલેલ અર્ધ-ફૂલ,
ઓસબિન્દુમાં ડૂબેલ સૂર્ય શાંત,
ને કદી સુરા પીધેલ ચંદ્ર ભ્રાંત;
સુહાવતી તને મયૂર-પિચ્છની છટા,
છતાંય સાથમાં ભર્યા શું વ્યાઘ્ર-ચર્મના ચટાપટા;
ભરેલ જિંદગી જલે અનંત કૂપ તું,
છતાંય નિત્યનું જ શૂન્યનું સ્વરૂપ તું!