भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કાનુડો કામણગારો રે / દયારામ
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:55, 22 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દયારામ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <po...' के साथ नया पन्ना बनाया)
કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!
રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!
ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,
ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!
બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના ઘેલું રે લાગ્યું રે,
હે એને દયાના પ્રીતમ માંગું રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે!