भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અખંડ વરને વરી / મીરાંબાઈ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું.

સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.
કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું.

જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,
સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું.

સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી ... સાહેલી હું.