भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
એક વાર્તા / રાવજી પટેલ
Kavita Kosh से
ઊડી ગયાં કૈં અહીંથી છોગાં.
છલકાતો પિત્તળને બેડે સૂર્ય, ગયો...
ગયું એક મોલ ભરેલું ગાડું.
પલટણ ગિલ્લી પાછળ
વકટ રેંટ મૂઠ કરતી કરતી
જતી રહી.
ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કોક ઘટા લીલુંછમ ટહુકે.
ખીજડે પ્હેર્યો ખૂંપ ....
લાગલ્યો
પરવોટાની ડોશીને ભૂતકાળ સાંભર્યો.
પિત્તળના બેડા પર
પાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો ...