भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સવાર / મણિલાલ ભગવાનજી દેસાઈ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

રાત્રિનું દુર્ભેદ્ય બખ્તર તોડતાં
તમરાં ગયાં થાકી.
ને રીઝવવા રાતને
રાતરાણી રાતભર વરસી સુગંધે,
પણ હવે થાકી.
ડોકને લાંબી કરી, તારલા તાકીને ભસતાં કૂતરાંએ
ડોળ સૂવાનો કર્યો,
ત્યારે....
હમણાં સુધી સૃષ્ટિના જડ ભાગશા
મોભ પર બેસી રહેલા કૂકડાઓ
પૂર્વમાં મો ફેરવીને બાંગ મારી.
કોઈ રાતા રંગનો ઘોડો હલ્યો
ખૂલી અટારી,
કળીએ આંખ ચોળી,
દૂર ડાળે ઝૂલતી કોયલ ઊઠી બોલી....
ને
રાત નાઠી.