भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઈશ્કનો બંદો / કલાપી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

જો ઈશ્ક ના તો શું ખુદા? આલમ કરી તોયે ભલે,
જો ઇશ્ક ના તો શું જહાં? એને ખુદાયે શું કરે?

આ કારખાનું ઈશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે ઈશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લાઈલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઈશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ,
શું છે ખુદા? શું છે સનમ? એને બિમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે,
જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી હારી જશે!

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી મારું તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઈશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વારશે, કોઈ હમોને પૂછશે,
તો ઈશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!