भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ચકલી / ભારતી રાણે

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज


ખાલીમખમ આયનાને
ચાંચ મારી-મારીને
ટોચ્યા કરતી ચકલી કદાચ -
આકાશનો રસ્તો ભૂલી તો નહીં ગઈ હોય!
પાંખને બદલે ચાંચથી
આકાશને શોધતી
નાદાન ચકલીને કોણ સમજાવે કે,
આયનાના આકાશમાં ઊડી શકાતું નથી!