भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ચાલીએ / દક્ષા વ્યાસ
Kavita Kosh से
ચાલ , વર્ષાની ઝરમરમાં ચાલીએ.....
અંગ આખે અંઘોળ કરી મહાલીએ......
બોલાવે આજ પેલાં આભલાં સારાં
ને બોલાવે વીજના ઝગારા
એને અજવાળે આયખું ઉજાળીએ.....
ચાલ....
મઘમઘતા મોતીડે સગપણ પરોવીએ
ને રવરવતી રાતો મહેકાવીએ
માટીમાં સીંચેલું બીજ પેલું કોળે જ્યાં
તરુવર થઈ આભને હિલ્લોળીએ.....
ચાલ......