भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ટી. એસ. એલિએટ / નટવર ગાંધી
Kavita Kosh से
					
										
					
					(પૃથ્વી)
કઠીન તવ કાવ્યમાં કવન કૈંક વૈફલ્યનું :
પરાજિત યુરોપનું, કુલીન વર્ગના છદ્મનું, 
વિસંગત, અમાનુષી જીવનનું, મરુભોમનું, 
મલીન અપકૃષ્ટ સૌ નગરના મહાધ્વંસનું, 
ગ્રથીત કરવા મથે સતત કાવ્યને તાંતણે 
વિદીર્ણ સહુ અંશ અંશ, અપભ્રંશ કો દંશથી,
ક્ષણેક્ષણ હણાય તું, વિકલ છિન્ન ને ભિન્ન તું, 
સમસ્ત યુગ આત્મસાત કરી કેટલો ખિન્ન તું!
બહુશ્રુત કવિ, વિવેચક તું કેન્દ્ર સાહિત્યનું, 
વિલોપી નિજ આત્મ, ધોરણ ધરે, પ્રમાણે બધું, 
વિચારશીલ તું, વિવેકી, વળી સંપ્રદાયી પૂરો, 
સનાતની, પ્રણાલી બદ્ધ, જપ જાપ પૂજા કરે!
દયા, દમન, દાનથી પરમ શાંતિ તું પામતો, 
તું ધર્મશીલ જીવને જગત તાપ સૌ શામતો.
	
	