भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તવ ચરણે / જયન્ત પાઠક

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તવ ચરણે, તવ શરણે
પ્રભુ હે આ જીવને ને મરણે.

આ મુજ મનની ચંચલ ધેનુ
મુરલી મધુરના નાદે;
રહો અનુસરી તવ પદરેણુ
બદ્ધ રહો અનુરાગે.
વિરત સ્વૈરવનભ્રમણે. -પ્રભુ હેo

આ જીવનની જમનાનાં જલ
વહો ચરણ તુજ ધોતાં;
શમો સકલ તારે જલ નિસ્તલ
નિજનું નિજત્વ ખોતાં.
નિઃસીમના સુખશયને. -પ્રભુ હેo