भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

માતૃભાષા / પન્ના નાયક

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે:
‘આ કોની છબિ છે?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાને નંદવામાં વાર શી?)