भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આજની ઘડી રળિયામણી / નરસિંહ મહેતા
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:57, 18 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નરસિંહ મહેતા |अनुवादक= |संग्रह= }} {{K...' के साथ नया पन्ना बनाया)
હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…. મારે.
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે…. મારે.
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે…. મારે.
હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે…. મારે.
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે…. મારે. </poem>