भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કેસર ભીના કાનજી / નરસિંહ મહેતા
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:36, 18 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નરસિંહ મહેતા |अनुवादक= |संग्रह= }} {{K...' के साथ नया पन्ना बनाया)
કેસરભીનાં કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું,
ઊભાં કુંજને દ્વાર ... કેસરભીનાં કાનજી
બેમાં સુંદર કોને કહીએ,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને,
માણેકડાં બેહુ હાથ ... કેસરભીનાં કાનજી
વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણાં બહુ રોળ ... કેસરભીનાં કાનજી