Last modified on 19 जुलाई 2013, at 15:25

શ્યામ, મને ચાકર રાખોજી / મીરાંબાઈ

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:25, 19 जुलाई 2013 का अवतरण ('{{KKRachna |रचनाकार= મીરાંબાઈ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem> શ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

શ્યામ, મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી... (ટેક)

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં... મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી... મને ચાકર

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા... મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી... મને ચાકર

જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી... મને ચાકર

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા... મને ચાકર