Last modified on 7 अगस्त 2013, at 16:59

ખેલો ખેલો હોળી રે ખેલૈયા / નર્મદશંકર દવે

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:59, 7 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નર્મદશંકર દવે |अनुवादक= |संग्रह= }} ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

<peom> ખેલો ખેલો હોળી રે ખેલૈયા, રંગે રોળાઓ રસિયા ઘેરૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

ઘોળી કસુંબા કેસર સાથે, પીયો પીયો રે ખૂબ ભૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

વસ્ત્ર દલાડો કેસૂડી રંગે, અબીલ-ગુલાલ છવૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

ધામધૂમ બહુ ધૂમ મચાવો, કાંઈ કાંઈ બજાવી ગવૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

નર્મદ કવિ પણ આજે બન્યા છે, રંગીલા બાળ કનૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા. </peom>