भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કવિનું સુખ / નરસિંહરાવ દિવેટિયા

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 17:22, 9 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem> રોળાવ...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

રોળાવૃત્ત

કુસુમ કોમળું એક ખીલી હું રહું આ વનમાં,
સુગન્ધ મધુરો મુજ પસરતો જેહ પવનમાં,
પસરે કેટલે ? ઘૂમી ઘૂમી આંહિં વિરમશે,-
તો એ ત્હેનો કદી મને શોક નવ વસે. ૧

લઈ મુજ રમ્ય સુગન્ધ હસું હું ભર આનન્દે,
સુગન્ધ મુજ જે તે જ સુખડું મુજ, ત્ય્હાં રમું છન્દે;
ને ઊંચું આકાશ હસે મુજ ભણી નિહાળી,
ત્હેને દ‌ઉં પ્રતિહાસ ઉમંગે ઊંચું ભાળી. ૨

બીજાં ફૂલડાં વળી ભલે નિજ ગન્ધ નચાવે
ફેલાવી ચોપાસ, મ્હને કંઈ ઇર્ષ્યા નાવે;-
મ્હેં દીઠો છે એક, નજર ઝાંખી ઝાંખીએ,
સુગન્ધસિન્ધુ વિશાળ સતત રમતો લહરીએ; ૩

ત્ય્હાં મુજ વહી સુગન્ધ ભળી છાનો એ જાએ;
ને ફૂલડાં આ સમે ખીલે બીજાં વનમાંહે,
થયાં અને જે થશે કુસુમ વળી તે સઘળાંનો
સુગન્ધ એ સિન્ધુમાં જતો લય પામી છાનો. ૪

એક સિન્ધુની આમ વહેતી ચાલે નદિયો
આમ કુસુમોથકી જહિં નીકળીને એ બધિયો,
તો અવિચારી બની ધરું શિદ શોક હું મનમાં ?
કુસુમ કુમળું હું, કહો, કેમ હસું નહિં આ વનમાં ? ૫