भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

મેઘાડમ્બર / નરસિંહરાવ દિવેટિયા

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:52, 12 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નરસિંહરાવ દિવેટિયા |अनुवादक= |सं...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

આડમ્બર રચી ભવ્ય આ રે
ગગન ઘને ઘેર્યું, હાં હાં રે ગગન ઘને ઘેર્યું,
આછું પીળું જળતેજ આ રે
નભમંડળ વેર્યું. હાંહાં રે નભમંડળ વેર્યું. ૧

ક્ષેત્રભૂમિ રૂડી ઉપરે રે
વાદળી વરસે છે, હાંહાં રે વાદળી૦
મરકતકશો ઘેરો લીલો રે
ત્ય્હાં વર્ણ વસે છે. હાંહાં રે ત્યહાં૦ ૨

વૃક્ષઘટા ભીની અહિં રે
ગમ્ભીરી ઊભી, હાંહાં રે ગમ્ભીરી૦
તે મહિં દ્વાર બન્યાં કહિં રે
ત્ય્હાં શી દીસે ખૂબી ! હાહાં રે ત્યહાં૦ ૩

પીતવસન ધરી ટેકરી રે
તૃણશૂન્ય જ પેલી, હાંહાં રે તૃણશૂન્ય૦
ગાયમહિષની તે પરે રે
સૅર શી આ રેલી ! હાંહાં રે સૅર૦ ૪

પ્હણે દ્વાર બીજે થકી રે
ગગન દીસે ઘેરું ;- હાંહાં રે ગગન૦
જો ! આ પ્રિય ! શું ત્હેં સુણ્યું રે
ગર્જન ઘન કેરું ! હાંહાં રે ગર્જન૦ ૫

દૂર જેહ ગિરિગવ્હરે રે
પ્રતિરવથી નાચે, હાંહાં ર પ્રતિરવ૦
સુણી તે આ હઇડે બીજું રે
રવનૃત્ય વિરાજે. હાંહાં રે રવનૃત્ય૦ ૬

ગિરિશિખરોને ચુમ્બતી રે
વાદળિયો દોડે; હાંહાં રે વાદળિયો૦
ભૂમિગોળ આલિંગી લે રે
ઘનઘટા શી કોડે ! હાંહાં રે ઘનઘટા૦ ૭

તો આ સ્થળ પ્રિય ! તું હવાં રે
અટકે ક્યમ લાજે ? હાંહાં રે અટકે૦
કાં ભેટી ન લે ચુમ્બનો રે
લટકે કંઈ આજે ? હાંહાં રે લટકે કંઈ આજે ? ૮