भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હું મુજ પિતા ! / નટવર કુબેરદાસ પંડ્યા

Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:19, 13 फ़रवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

અરે, આ વેળા તો અનુભવ થયો અદભુત નવો;
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી, પ્હેરું શણિયું કરવા દેવની પૂજા.

અરીસે જોઉં તો જનક જ ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો ! અચરજ ! બપોરે સૂઈ ઊઠ્યો.
-પિતાજીની ટેવે ! –અશી જ પ્રગટી પત્રની તૃષા !
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ !
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા !