भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

નદી / વસંત જોષી

Kavita Kosh से
Neeraj Daiya (चर्चा | योगदान) द्वारा परिवर्तित 11:38, 14 अगस्त 2023 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= વસંત જોષી |अनुवादक= |संग्रह= }} {{KKCatGujar...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज


ઊપરથી નીચે પછડાવું
ઊંડી ખીણમાં વહેવું
સમથળ થવાનું ય ગમે
જંગલ મારું ઘર
રોજ સવારે નિકળી પડું
તુરા બોર ,ખાટા કરમદા ચાખું
મઘ મઘ મહુડાં સૂંઘુ અને મારામાં ઝબોળું
એકલી નથી હું
બાજુની ટેકરી પરથી
બહેનપણી આવે
રમવા સાતતાળી
ઠાવકી છટકી જાય
આપી હાથતાળી
ચોમાસે પૂરપાટ દોડવું ગમે
ડાળા, ઝાંખરા , મસમોટાં ઝાડ
બધાંય સાથે આવે
રાત દિવસ અનરાધારે
વરસતું હોય જંગલ
ને હું દોડતી રહું
જંગલની આરપાર .


ટાઢાબોળ પવનો
સડસડાટ વહેતાં હોય
મારા ઘરની આરપાર
લીલાંછમ્મ વૃક્ષ , વેલી ,પર્વત ,ખીણ
ઘાસની ગંધ ટાઢીબોળ
ઊંડી ખીણમાં હું થરથરું
હળુ હળુ ખળખળતી
મધરાતે ટૂંટીયુંવાળી
હૂંફાળાં ખૂણે
જરીક જમ્પુ
ભર્યાભાદર્યા જંગલમાં .


ધીમે ધીમે
ફેલાય
સંકોચાય સૂકીભઠ
મારી કાયા
ફેલાતી જાય પાણી વિના
સુકાય ફક્ત પાણી
ફેલાય કાયા
કાંઠાના વૃક્ષ
જતન કરે
સૂકાંભઠ ભાઠાનું
અડધી જાગતી
સાવ કોરી
અંધારે જોયા કરું
મારું જંગલ .