भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કરો સહી કાગળ પર / હરિશ્ચન્દ્ર જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

કરો સહી કાગળ પર સાંયા,
ચિંતા સઘળી ખરી જાય કે શું થાશે આગળ પર ?

વાંકા-ચૂંકા વ્યવહારે હું ડાઘ ડાઘ ચીતરાયો,
સરનામાંના જંગલ વચ્ચે સાવ પછી અટવાયો;

સાચો તમે ઉકેલો આંસુ ઊંચકી લઈ આંગળ પર...

પસ્તીના કટકા શો ઊડતો રહ્યો શોધવા મૂળને,
તમે જ સાંધો જનમનાળ ને ચીંધો મારા કુળને;

તાળું ખોલો ફૂલ જેમ આ જીવતરની સાંકળ પર...

કરચલિયાળો જીવ, વળી ડૂસકાં-ડૂમાનો ભેજ,
ખૂણેખૂણો ઝળહળ થાશે અક્ષર પડતાં બે જ;

એક જ પળમાં વસંત સાતે સાત વસે બાવળ પર...