भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કે સરવર છલકી / પિનાકિન ઠાકોર
Kavita Kosh से
કે સરવર છલકી છલકી ચાલ્યાં
શરદની રાતનાં હો રાજ;
કે ચાંદનીએ ચીતરી ચીતરી
મેલ્યાં પૂનમની રાતનાં હો રાજ. કે સરવર0
આભે વેરાય મોગરાની કળી કળી,
સરતી ઝરતી એ જાય ધરતીએ ઢળી ઢળી,
કે મન એનાં મલકી મલકી મ્હાલ્યાં
શરદની રાતનાં હો રાજ. કે સરવર0
એને હું જોઉંને ન મનમાં આનંદ માય,
એનો ઉલ્લાસ મારે રોમ રોમ રમી જાય,
કે અમરત નીતરી નીતરી રેલ્યાં
પૂનમની રાતનાં હો રાજ... કે ચાંદનીએ0