भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

જાળાં ખોલીએ જી / લલિત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

લાવો રે કૂચિયું ને તાળાં ખોલીએ જી ,
ધૂળ ને ધાણીના જાળાં ખોલીએ જી .

આભ રે વિનાનું ,જોગી ! ઊડીએ રે ,
સૂકી રે સળિયુંના માળા ખોલીએ જી .

સડકું સંકેલી પગ સંકેલીએ રે,
બેઠાં રે બેઠાં હિમાળા ખોલીએ જી .

રોટલો ઠરે ને તપે ઓટલો રે,
પંડ રે તપે અજવાળાં ખોલીએ જી.

ઝીણા રે રણકાવો જાજર વેશ રે,
કાયના કામણ રૂપાળાં ખોલીએ જી .

તનડું ઢળે તો આડા ઊભીએ જી ,
માહ્યલો ઢળે ઈ ઢાળા ખોલીએ જી .

કૂંચી રે જડે ને ખૂલે માહ્યલો રે,
જનમારા કૈ અધવચાળા ખોલીએ જી.*

  • ઋણ-પ્રથમ પંક્તિ સતી લોયણની