भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તેજના સિંહાસન / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ઊઘડે છે આભ લાખ કિરણોની કૂંચીએ
રંગી દિશાઓની ડાળીઓ જી રે;
નાચે પ્રભાત ચડી મોજાંની મેડીએ,
ફીણની ઉછાળે ફુલવાડીઓ જી રે.

ઉષાની ઓઢણીની કોર ભરી કેસૂડે,
સુરજમુખીની લાલ પાનીઓ જી રે,
અંબોડે વેણીમાં ફુલભર્યાં મોગરે
ઊડે પરાગની ફુવારીઓ જી રે.

સરજે છે કોણ પણે તેજનાં સિંહાસનો,
કિરણો ગૂંથે છ કોણ કીકીએ જી રે?
રુપેરી વાદળીનાં સોનેરી લોચનો,
ચીતરે છે કોણ દેવપીંછીએ જી રે?