भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
લાગણીને, મૌનની ભાષા મળે છે / પારસ હેમાણી
Kavita Kosh से
લાગણીને, મૌનની ભાષા મળે છે,
બસ વિચારો એ પછી તાજા મળે છે.
બોલવું છે, કેટલાંને, કેટલુંયે,
ક્યાં કદી યે, કોઈને વાચા મળે છે.
નાનપણમાં સાંભળેલી વારતામાં,
જ અમને, કેટલાં વાંધા મળે છે.
હાલતાંને ચાલતાં જે બ્હાર જાતા,
એમને ક્યાં કોઈ સરનામાં મળે છે.
જો સફળતા હાથ આવે બે ઘડીમાં,
એને અઢળક મોહ ને માયા મળે છે.
રાહ જોઈ જેમની થાકી જવાતું,
એ જ, અમને માર્ગમાં સામા મળે છે.
હોય છે ‘પારસ’, અસર કેવી સમયની
ફળ ધીરજના યે, હવે માઠા મળે છે.