भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
વ્યાકુલ / જયન્ત પાઠક
Kavita Kosh से
પલ પલ વ્યાકુલ પ્રાણ
પ્રીતમ હે પલ પલ વ્યાકુલ પ્રાણ.
દિનભર તુજને ફરું ઢૂંઢતો
જગ જંગલ કેડીમાં;
રાતે અવિરત રાખું બળતા
લોચનદીપ મેડીમાં;
ક્યાંય ન તુજ એંધાણ. - પ્રીતમ હેo
રટી રટીને રંગ તણા મુજ
ખૂટી રહ્યા છે શ્વાસ;
ઘટે કસોટી કંચનની
હું રજ, ચરણનકી આસ;
પ્રગટ કરો પિછાન. - પ્રીતમ હેo