भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

Changes

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ચાનક અંગ / અખો ભગત

1,655 bytes added, 11:25, 19 जुलाई 2013
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અખો ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <p...' के साथ नया पन्ना बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= અખો ભગત
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatKavita}}
<poem>
હઠ કરી નૈં ઓળખ્યા હરિ, કાચો જીવ જાશે નિસરી;
જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું;
છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો, તો ડાહ્યા થતાં ઠેકાણે થશો.

મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાન(હાનિ);
કરકરો થયે કાળ નવ બિયે, જોરે જમ જીત્યો છે કિયે;
ગળિત થશે ઉતરશે ગાળ, અખા હરિ મળવાનો એ કાળ.
ભણ્યા ગણ્યા ભલે પાકે પંચ, ન્યાય ઉકેલે જાણે સંચ;
સભાપતિ થઇ બેસે મધ્ય, આતમની નવ જાણે વિધ;
અખા ક્યાંય નવ કુંવારિ ગાય, ઠાલા આવ્યા ને ભૂલા જાય.

નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં, જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં;
પુણ્ય ન લાગે પાડ ન થાય, પેર પડ્યાં કેમ નાખ્યાં જાય;
નિષ્કર્મ થઇ નર હરિને જાણ, તો જ અખા ટળશે તુજ તાણ.
</poem>
203
edits