भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

Changes

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

એક આગિયાને / કલાપી

2,776 bytes added, 11:54, 15 अगस्त 2013
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार= કલાપી |अनुवादक= |संग्रह= }} {{KKCatGhazal}} <poem>...' के साथ नया पन्ना बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= કલાપી
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGhazal}}
<poem>
(હરિગીત)
તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી.

તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી.

વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.

અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું.

મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.

તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે,
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે.

તું કેમ એ માની શકે આધાર તારો એજ છે,
એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે.

રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટે પડે,
સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે.

દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી.

અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી.
</poem>
203
edits