भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
અમાસ / મણિલાલ ભગવાનજી દેસાઈ
Kavita Kosh से
નિસ્સહાય ચાંદની
ડામરની કાળી સડકો પર આળોટે;
એક બાજુના અંધારામાંથી
ભારથી લાદેલી લારી
ઘરરર ઘરરર કરતી પસાર થાય,
અને એની પાછળ એક કૂતરો
દાંતમાં
ચાંદનીનું શબ પકડી
પસાર થાય,
દર અમાસે !