भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

આજ મઘમઘતી હવા સ્પર્શી ગઈ / જાતુષ જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આજ મઘમઘતી હવા સ્પર્શી ગઈ,
તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ.

એ જ કેડી એ જ વાતો આપણી
એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ.

આંગળીને એકલી છોડી ગઈ
એક વીંટીની કથા સ્પર્શી ગઈ.

હું મને ખુદને હવે ભૂલી જઉં
મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ.

એટલે તો અવતરે છે આ ગઝલ,
ટેરવે તારી વ્યથા સ્પર્શી ગઈ.