भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આજ / પ્રહલાદ જેઠાલાલ પારેખ
Kavita Kosh से
આજ અંધાર ખુશબો ભર્યો લગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. -આજo
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મ્હેકતી આવતી શી સુગંધી ! -આજo
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણેઃ
ક્યાં થકી સૂર કેરી ફુવારી ?-આજo
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે; હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?-આજo