भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આભડછેટનિંદા અંગ / અખો ભગત
Kavita Kosh से
આભડછેટ અંત્યજની જણી,બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;
બારે માસ ભોગવે એ બે,સૌને ઘેર આવી ગઇ રહે;
અખા હરિ જાણે જડ જાય,નૈં તો મનસા વાચા પેશીરે કાય.
ઇશ્વર જાણે તે આચાર,એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય,અખા આંધળીને પાથરતાં વાણું વાય.
પોતાનાં પડખાં નવ જુવે,હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું,મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,અખા પાર ન પામે ક્યમે.