भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

આ ચરણમાં તો ક્યાં ચાખડી છે ભલા / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આ ચરણમાં તો ક્યાં ચાખડી છે ભલા,
તોય ટોચે સતત આંખડી છે ભલા.

થાય કોને તમન્ના સિંહાસન તણી,
ભૂમિની ભવ્યતમ સાદડી છે ભલા !

શું કરું સ્વર્ણનાં આ મુકુટને હવે ?
મારે તો આભની પાઘડી છે ભલા !

સાંજુકી વેળ કોને ન ઘર સાંભરે ?
નાની સરખી ભલે ઝૂંપડી છે ભલા.

મ્હેલની હોય કે હોય મેડી તણી,
છાંયડી આખરે છાંયડી છે ભલા.

એક ક્ષણમાં કરાવે સફર પારની,
ચિત્ત એવી પવનપાવડી છે ભલા.