भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના / જાતુષ જોશી
Kavita Kosh से
ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંના માણસો તો માણસો કેવળ લકીરોના.
ઉપરવાળો ઘણું દે ને ઘણુંયે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખા હોય છે ફક્કડ અમીરોના.
પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના.
કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના.
ભલે ને, ચાલ નોખી એમની સ્હેજેય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.