भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ઋણી હોય છે / સુધીર પટેલ
Kavita Kosh से
કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
જંગલોમાં જઈ કરે તપ એને ક્યાંથી હો ખબર?
શહેરનીઆ જિંદગી પણ એક ધૂણી હોય છે!
વાત માણસની સરળ કોની થશે ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !
હું ય માણસ છું, મને સ્વીકાર સૌભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !
આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનોજ ઋણી હોય છે !