भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

એક બપોરે / રાવજી પટેલ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઇ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની,
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઇ
બળદને હળે હવે નઈં....
મારા ખેતરને શેઢેથી -