भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કલાપીને સંબોધન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

સુરતાની વાડીના મીઠા મોરલા !
ઊછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો !
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સ્નિકાઃ
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો !
સુરતાની વાડીના મીઠા મોરલા !

આંજે ને અજવાળે આંખલડી સખી,
અંતર ઉપર ઉઘડે આલમનૂર જો !
હેત હૈયાનાં વહતી વાજે વાંસળી,
ઊડે સ્વર આકાશે અંદર દૂર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !

નંદનવનના પ્રાસાદોની ટોચથી,
મધુરી કેકા આજે શી ઊભરાય જો !
સુરભીઓની સાથે સંસારે સરી,
અંતર્દ્વારે ગીતા શી અથડાય જો !
સુરતાની વાડીના મીઠા મોરલા !
"तत्सवितानुं भर्ग वरेण्यं धीमहि !"
ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો !
આજે અન્ય પ્રકારે આ માથું નમે,
નમતો સાથે આત્માનો એ તંત્ર જો !
સુરતાની વાડીના મોંઘા મોરલા !