भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કિંમત ઓછી ના આંકો / સુધીર પટેલ
Kavita Kosh से
કિંમત ઓછી ના આંકો
ભાલ સજાવો ભલે તમે કૈં કુમકુમ બિંદી,
પાલવડે અમને ટાંકો!
રે...કિંમત ઓછી ના આંકો!
આંખો તો આપી કૃપાનિધાને
પણ આ જોણાંને અર્થ તમે આપ્યો!
મન તો મળેલું જ સાવ ખાલીખમ,
ત્યાં ખુશ્બૂભર્યો ખ્યાલ તમે સ્થાપ્યો!
હવે એ મ્હેક ના ઢાંકો!
રે...કિંમત ઓછી ના આંકો!
ચાંદ નથી ને નથી અમે કૈં સૂરજ,
પણ પથ પમાય એવું તો ઝળહળશું!
દર્પણ જેવું છે અંતર આર-પાર,
મારગનાં સૌ માયાવી મૃગ કળશું!
વળોટશું સંગ વળાંકો!
રે...કિંમત ઓછી ના આંકો!