भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ચકલી / દક્ષા વ્યાસ
Kavita Kosh से
પ્રભાતને પહોર
કોકરવાયાં કિરણોની કોર
એકાંત ઓરડે
ઝાકમઝોળ
ચીં ચીં ચક ચક
ચીં ચીં ચક ચક
ઊડાઊડ
ટોડલે અરીસે ટેબલે
ભીંતે મઢેલા ભગવાનની
આશિષ દેતી ઊંચી હથેલીએ
ચપળ ચરણોની તરલ હલચલ
ચંચૂપ્રહાર
ચીંચીંકાર લગાતાર
વીંઝાય પાંખ પાંપણે
આકાશ ઊઘડે
ફ ર ર ર........ફુ ર ર ર ......
ભૂરું
પીળું
શ્વેત
અનંત અશેષ
ઝૂલે અધ્ધર.....