भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ચલે ચાલ મતવાલી / હરિશ્ચન્દ્ર જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

અવધૂ, ચલે ચાલ મતવાલી
માયાનગરીમાં ઘૂમે છે
અલખ આંગળી ઝાલી...

ગેબ તોળીને ચીપિયા વચ્ચે
ઘૂઘરે શૂન્ય રમાડે,
મૂંડ ધુણાવી, જટા ઝાટકી
ભસ્મ સુગંધ પમાડે;

નાથ નિરંજન અવિરત વહેંચે
કદી ન ઝોળી ખાલી...

રોમ રોમ વેરાગ લપેટે
રંગેરાગ લૂછીને,
છાતી વચ્ચે ધૂણી રમાવે
શ્વાસ સમિધ મૂકીને;
અધખૂલી આંખોથી પ્રગટે
વાણી શ્વેત-મરાલી...