Last modified on 25 अप्रैल 2016, at 16:50

જીવન સફર / ધ્રુવ જોશી

આપજે તું પ્રેમ જગને ધાવ છો આપે તને,
ખૂબ તપતો તોય સાગર વાદળીને ઠારતો.

લેપ કરજે પ્રેમનો તું ડામ છો દેતા ફરે,
નાગ ચંદન પાસે જઈને શીત છાંયો પામતો.

પ્રેમ સાચો જાણ તેને હાલ ના જોઈ કરે,
કાંપ લાવે સંગ સરિતા, તોય સાગર નાચતો.

જિંદગી છે બંદગી તેની ભલા સાચી જગે,
સંગ ચાલે જે સફરમાં, સૌ જનોને ચાહતો.

દિલ એવું રાખ "ધ્રુવ' પ્રેમ સ્હેજે ના ડગે,
થાય ધેરો દુઃખમાં ને આપતાં ના ખૂટતો.