Last modified on 31 जनवरी 2015, at 14:55

તમે જેની પૂજા કરો છો તે / મણિલાલ ભગવાનજી દેસાઈ

તમે જેની પૂજા કરો છો એ ભગવાન
કાલે રાતે
મંદિરની ભીંતમાં પડેલી તડમાંથી
ભાગી છૂટ્યો.
પાછલી વાડના કાંટામાં
ભેરવાઈ રહેલું પીતાંબર
હજુ યે ફરફરે.