भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
તું તને ખુદને ભૂલી જા એમ એને યાદ કર / જાતુષ જોશી
Kavita Kosh से
તું તને ખુદને ભૂલી જા એમ એને યાદ કર,
કે પછી જડમૂળથી એને બધેથી બાદ કર.
ફક્ત એ સૂણી શકે એવી રીતે તું સાદ કર,
મૌન ધારીને મુખર બન, એમ કૈં સંવાદ કર.
એકસરખો સ્નેહ તું સહુને કરે છે, ઠીક છે,
એક એની વાતમાં તું સ્નેહવશ અપવાદ કર.
આ હવાની લ્હેરખી એણે લખેલું ગીત છે,
આ હવાની લ્હેરખીનો તું જરા અનુવાદ કર.
ત્યાં સુધી તો બે જ રીતે પ્હોંચવું સંભવ બને,
રોજ એને પ્રાર્થના કર કાં પછી વિખવાદ કર.