भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તું મને કૈં એટલી બધી / યામિની વ્યાસ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.
તું મને....

વ્હાલનો દરિયો ઉછળે એવા જોજન જોજન પૂર
હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર
સાવ રે ખાલી મન, તારાથી ઉભરે છે ભરપૂર
સાવ રે ખાલી મનમાં જાણે કોઇ કવિતા રમે
તું મને...

પાસપાસે હોય સહુ અવાજો, ટહુકા તારા શોધું
નહીં બારણે થાય ટકોરા પગલાં તારાં શોધું
હોય ભલે ને નીંદર મારી, શમણાં તારાં શોધું
હોઉં ભલે ને સાવ અટૂલી, મનની વ્યથા શમે
તું મને...