भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

તેને ગમતું ગીત વારંવાર રેડિયો પર આવતું / પારસ હેમાણી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તેને
ગમતું ગીત વારંવાર રેડિયો પર આવતું
તું
ખુશ થતી, નાચતી, ગાતી...
એકવાર રેડિયો બગડી ગયો,
રીપેર કરાવવાનાં નાણાં ન હતા,
વરસોથી
બંધ પડેલ રેડિયો જોઈ તું આંસુ સારી લેતી
આજે
હવે બધું જ છે
સીડી પ્લેયર, આઈપોડ, ટીવી
પણ
સચવાયેલો પડી રહ્યો છે

ખટકો
અકબંધ !!