Last modified on 5 जुलाई 2016, at 20:17

થોડા સમય માટે / પારસ હેમાણી

થોડા સમય માટે
મને મારું અસ્તિત્વ ભારે પડે છે
સાવ ખાલીખમ લાગું છું
નથી મને મળવા કોઈ આવતું
પણ
આ એક કુદરતની પ્રક્રિયાનો ભાગ છે
ફરી નવી તાઝગી માટે
વસંતના આગમનની
રાહ જોતો વૃક્ષ જેવો હું !!