भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
નાના યક્ષ / વસંત જોષી
Kavita Kosh से
સૂતા છે
શાંત, મૂર્તિમંત
થાકેલા
રસ્તાની અવરજવર સ્પર્શતી નથી
ખલેલ પડતી નથી નિદ્રામાં
ભુજિયાની ગોદમાં પોઢી જવાનું
ગમ્યું હશે અશ્વોને
કિલ્લા પરથી આવતા પવનમાં
સ્હેજ ફરકે છે મૂછ
થરકે છે ત્વચા
સંખ્યાના માપની જરૂર નથી
અશ્વોને
સૂતા છે
આરામથી.
સપ્ટેમ્બર ૧૯૯૪