भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
પાણીનો ફોટો છે? / જિગર જોષી
Kavita Kosh से
હજુ અંધાર આઘો થાય એવો એક રસ્તો છે,
જુઓ સામે ત્યાં દુશ્મનના ઘરે એક જલતો દીવો છે.
મને પણ ખ્યાલ છે કે બંધ છે વરસોથી એ બારી,
નિખાલસતાથી કહું છું કે ફકત ધક્કો જ ખાવો છે.
કવિતામાં કોઇ ક્યાં કૈંજ પોતીકું લઈ આવ્યા?
હકીકતમાં તો આ સઘળું “કોઇ પડઘાનો પડઘો છે.”
ન કર તું વાત ઝરણાની, નદીઓની કે દરિયાની,
તરસ એવી છે પી જાશું - ઘરે પાણીનો ફોટો છે?
જૂકીને ચાલે છે - એ તો બહુ અદકેરું લક્ષણ છે,
હકીકતમાં તો એ માણસ પહાડોથીયે ઊંચો છે.